Vishvambhari Stuti ( વિશ્વંભરી સ્તુતિ )
Ψ વિશ્વંભરી સ્તુતિ Ψ
વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો
મામપાહીં ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ...
ભુલો પડી ભવરણે ભટકું ભવાની
સુઝે નહી લગીર કોઈ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનના ઉતાપો
મામપાહીં ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ...
આ રંકને ઉગરવા નથી કોઈ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાળ તારો
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો
મામપાહીં ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ...
મા કર્મ જન્મ કથની કરતા વિચારું
આ સુષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું
કોને કહું કઠણ યોગ તણો બળાપો
મામપાહીં ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ...
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
આડંબરે અતિ ગણો મદથી બકેલો
દોષો થકી દુષિત ના કરી માફી આપો
મામપાહીં ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ...
ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાઈ કીધું
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
મામપાહીં ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ...
રે રે ભવાની બહુ ભુલ થઈ છે મારી
આ જિંદગી થઈ મને અતિશે અકારી
દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો
મામપાહીં ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ...
ખાલી ના કાંઈ સ્થળ છે વિણ આપ ધારો
બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો
શક્તિ ન માપ ગણવા અગણિત માપો
મામપાહીં ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ...
પાપે પ્રપંચ કરવા બધી વાતે પુરો
ખોટો ખરો ભગવતી પણ હું છું તમારો
જાડ્યાંધકાર દુર કરી સદબુદ્ધિ આપો
મામપાહીં ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ...
શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે
વાઘે વિશેષ વળી બહુચર તણા પ્રતાપો
મામપાહીં ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ...
શ્રી સદગુરૂના ચરણમાં રહીને ભજું છું
રાત્રી દિને ભગવતી તુજને ભજું છું
સદ્દભક્ત સેવક તણા પરિતાપ ચાપો
મામપાહીં ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ...
અંતર વિષે અધિક ઉર્મિ થતા ભવાની
ગાવું સ્તુતિ તવ બળે નમીને મુંડાની
સંસારનાં સકળ રોગ સમુળ કાપો
મામપાહીં ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ...
તારા સિવાય જગમાં નથી કોઈ મારું
સાચા સગા ભગવતી સૌ મેં વિચાર્યું
ભુલ કદાપિ ભવ પાસ તણા પ્રસંગે
માગું ક્ષમા ત્રિપુરસુંદરી આ પ્રસંગે
હે માત નર્મદે કહે તવ છાપ છાપો
મામપાહીં ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ...

No comments